• Thu. May 30th, 2024

E News 24

News Views & Review

ડાયરાના બધા જ કાર્યક્રમમાં હાજર રહેતા કમાભાઈના જીવનની આ મહત્વની વાતો વિષે મોટાભાગના લોકો નહીં જાણતા હોય…જાણો પૂરી માહિતી

ByRD Media

Nov 25, 2022

અત્યારે તમામ ગુજરાતીઓના મોઢે એક જ નામ ચાલી રહ્યું છેઃ કમાભાઈ. કમાભાઈ મૂળ સૌરાષ્ટ્રના કોઠારિયાના હતા. કીર્તિદાન ગઢવીની મદદથી કમાભાઈ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થયા. કમાભાઈએ ચેક કેનેડા સહિત દરેક દેશમાં નૃત્યો રજૂ કર્યા. તે પછી તેના ઘણા પ્રશંસકો મિત્રો બની ગયા.

કમાભાઈ હવે દરેક ડાયરાના કાર્યક્રમમાં હોય છે અને દિલથી નાચે છે. કમાભાઈના નૃત્ય પછી તમામ સહભાગીઓ ખુશ છે, તેમ કમાભાઈએ જણાવ્યું હતું તેમને સૌથી પહેલીવાર ડાયરાના કાર્યક્રમમાં કિર્તીદાનભાઈ ગઢવીએ બોલાવ્યા હતા, તો કમાભાઈએ ડાયરાના કાર્યક્રમમાં જઈને એવો ડાન્સ કર્યો હતો કે ડાયરામાં હાજર લોકોએ કમાભાઈને બોલાવીને રૂપિયા પણ આપ્યા હતા.

કમાભાઈને આજે દેશની સાથે સાથે વિદેશમાં પણ તેમના ચાહક મિત્રો બની ગયા છે, કમાભાઈએ જણાવતા કહ્યું હતું કે એક સમય એવો હતો કે હું કોઈ દિવસ સ્ટેજ પાસે ગયો ન હતો અને આજે કિર્તીદાન ગઢવીએ મને ડાયરાઓના કાર્યક્રમમાં બોલાવીને ખુબ જ ફેમસ કરી દીધો હતો, કમાભાઈના માતાપિતાએ જણાવતા કહ્યું હતું કે જે સમયે કમાભાઈ નાના હતા.

તે સમયે ડોકટરે કહ્યું હતું કે કમાભાઈ મંદબુદ્ધિ છે એટલે તેમને ભજન માટે થોડો વધારે શોખ રહેશે, કમાભાઈ જે સમયે પહેલીવાર કિર્તીદાન ગઢવીના ડાયરાના કાર્યક્રમમાં ગયા તે સમયે તેમના ખિસ્સામાં છ હજાર રૂપિયા હતા, ત્યારબાદ કમાભાઈ ડાયરાના દરેક કાર્યક્રમમાં જવા લાગ્યા હતા અને આજે દેશ વિદેશમાં ખુબ જ જાણીતા બન્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *