• Thu. May 30th, 2024

E News 24

News Views & Review

મોગલ માઁનો અનોખો ભક્ત, તેમણે માતાજીના ચરણોમાં ત્રિસુલ કર્યું તો મણીધર બાપુએ જણાવ્યું કે… જાણો પૂરી માહિતી

ByRD Media

Nov 25, 2022

કચ્છમાં આવેલા કબરાઉ ધામમાં બિરાજમાન માઁ મોગલના ચરણે વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ભક્તો પણ ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સંભાળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને કહે છે કે માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે.

માઁ મોગલમાં ધામ આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતા ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછા ગયો નથી.

ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતા માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે.

મોરબીથી પધારેલા ભક્તનું નામ હરેશભાઈ છે. તેમનું કાર્ય થતું જ ન હતું તો ભક્ત ચિંતામાં રહેતા હતાં પછી તેમણે માઁ મોગલને ખરા હૃદયથી માનતા કરી કે જો માતાજી મારૂ કાર્ય પૂર્ણ થઈ જશે તો હું માઁ મોગલ ધામ આવીને માનતા પૂર્ણ કરી જઈશ. પછી માતાજીએ તેમની માનતા પૂર્ણ કરતા તેઓ માઁ મોગલના ચરણે પધાર્યા હતાં.

નખત્રાણાથી મોગલ ધામ પધારેલા ભક્તનું નામ નરજીભાઈ છે. આ ભક્તે રાજી-ખુશીથી મોગલના ચરણોમાં ત્રિસુલ અર્પણ કર્યું હતું. મણીધર બાપુના ચરણોમાં ત્રિસુલ અર્પણ કરતા જ મણીધર બાપુએ ત્રિસુલ સ્વીકારી લીધું અને ભક્તને પૂછ્યું કે તમારૂ કામ થઈ ગયું છે? ત્યારે ભક્તે કહ્યું કે માતાજીએ અમારૂ કાર્ય પૂર્ણ કરી દીધું છે, જય મોગલ માઁ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *