• Sat. Mar 2nd, 2024

E News 24

News Views & Review

સુરેન્દ્રનગરના મહેતા પરિવારમાં દીકરીનો જન્મ થતા પરિવારના લોકોએ ઘરને ફૂલોથી શણગારીને દીકરીનો ગૃહપ્રવેશ રાજકુમારીની જેમ ધામધૂમથી કર્યો. જાણો પૂરી માહિતી

ByRD Media

Nov 26, 2022

અત્યારના ચાલી રહેલા સમયમાં આજે પણ ઘણા એવા લોકો છે જે દીકરીના જન્મને લઈને ખુબ જ દુઃખી થઇ જતા હોય છે પણ હાલમાં જમાનો બદલાઈ ગયો છે, હવે દીકરા દીકરીમાં કોઈ ફરક જ રહ્યો નથી, દીકરીઓને આજે દરેક લોકો લક્ષ્મીનો અવતાર માનીને પરિવારમાં આવકારી લેતા હોય છે, હાલમાં એક તેવી જ ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી હતી.

સુરેન્દ્રનગરમાં રહેતા ખુશીબેન અને હિરેનભાઈના પહેલા બાળક તરીકે દીકરીનો જન્મ થયો તો આખો પરિવાર ખુબ જ ખુશ થઇ ગયો હતો અને પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ હતી, પરિવારમાં દીકરીનો જન્મ થતાની સાથે જ હિરેનભાઈ ખુબજ ખુશ થઇ ગયા હતા અને દીકરીના જન્મની ખુશીમાં ઠેર ઠેર મીઠાઈઓ વહેંચી દીધી હતી.

આ પરિવારના લોકોએ દીકરીને લક્ષ્મીજીનો અવતાર માનીને તેને વધાવી લીધી હતી. દીકરીના જન્મ બાદ પરિવારના લોકોમાં ખુશી સમાઈ રહી જ ન હતી, દીકરીના જન્મ બાદ દીકરીને વાજતે ગાજતે ધામધૂમથી એક રાજકુમારીની જેમ હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવી હતી અને ઘરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. ત્યારબાદ દીકરીની આરતી કરીને પરિવારના લોકોએ દીકરીનો ગૃહપ્રવેશ ધામધૂમથી કર્યો હતો.

દીકરીનો ગૃહપ્રવેશ જોવા માટે આજુ બાજુ ફળીયાના લોકો પર મોટી સંખ્યામાં આવ્યા હતા, સુરેન્દ્રનગરના આ મહેતા પરિવારે આવી રીતે દીકરીનો ગૃહપ્રવેશ કરાવીને સમાજમાં એક નવી રાહ ઉભી કરી હતી,

આ પરિવારના લોકોએ આજે સાબિત કરી બતાવ્યું હતું કે આજે દીકરીઓ દીકરાઓ કરતા કઈ ઓછી નથી, દીકરીઓ પણ દીકરા સમોવડી છે. તે માટે દીકરા દીકરીમાં કોઈ ફર્ક કરવો જોઈએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *