• Thu. May 30th, 2024

E News 24

News Views & Review

SI પિતા અને DSP દીકરી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, તો પિતા ગર્વથી સેલ્યુટ કરે છે અને પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસકર્મીઓ પણ ગર્વ અનુભવે છે

ByRD Media

Nov 26, 2022

આપણા દેશમાં ઘણા બાળકો એવા હોય છે કે સમાજમાં માતાપિતાનું નામ રોશન કરવા માટે સખત મહેનત કરતા હોય છે. તેવો જ કિસ્સો મધ્યપ્રદેશના સિધી જિલ્લાના મજૌલી પોલીસ સ્ટેશનમાં સબ ઇન્સ્પેક્ટર અશરફ અલી અને તેમની પુત્રી નાયબ પોલીસ અધિક્ષક શબેરા અન્સારી સાથે થયો હતો. આ બંને પિતા અને પુત્રી એક જ પોલીસ સ્ટેશનમાં કામ કરતા હતા.

આ પોલીસ સ્ટેશનમાં પિતા સબ-ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર કામ કરતા હતા અને પુત્રી ડીએસપીની પોસ્ટ ફરજ બજાવતી હતી. એટલે પોલીસ સ્ટેશનમાં આ પિતાએ પોતાની દીકરીને દરરોજ સલામ કરવી પડતી હતી, આથી આ પિતાને પોતાની દીકરીને વંદન કરતી વખતે તેમની છાતી ગર્વથી પહોળી થઈ જતી હતી. આથી આ દીકરી ઘરે જઈને પોતાના હાથે ભોજન બનાવીને તેના પિતાને જમાડતી હતી.

આ બંનેનું એક જગ્યાએ નોકરી કરવાનું કારણ લોકડાઉન હતું. આ અશરફ અલી મૂળ ઉત્તર પ્રદેશના યુપીના બલિયા જિલ્લામાં રહેતા હતા અને લોકડાઉન પહેલા તે મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના લાસુડિયા પોલીસ સ્ટેશનમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. અને તેમની પુત્રી પુત્રી શબેરા અન્સારી સિદ્ધિ જિલ્લાના આદિવાસી બહુમતીવાળા પોલીસ સ્ટેશન મજૌલીના પ્રશિક્ષક ડીએસપી તરીકે ફરજ બજાવતી હતી.

તેના પિતા તેને મળવા માટે આવ્યા હતા, અને અચાનક કોરોનાના કારણે આખા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું એટલે અશરફ અલીને તેમની પુત્રી પાસે પોલીસ સ્ટેશન મજૌલીમાં ફરજ બજાવવાનો આદેશ આપ્યો હતો,એટલે એક જ પોલીસ સ્ટેશનમાં પિતા અને પુત્રી બંને નોકરીની સાથે મજા માણી રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *